જેમની પાસે આર્થિક સધ્ધરતા કે મૂડી હોય તેઓ બચત અને રોકાણ કરી શકે તેમજ જેમણે ધંધા વ્યવસાય કે સામાજિક કામમાં નાણાની જરૂરિયાત હોય તેમણે લોન/ધિરાણ મળી શકે,તેમજ સાથોસાથ સંગઠન થકી સહકારી ભાવનાથી એકબીજા સભ્યો એક એકને ઉપયોગી થઈ શકે તેવા ઉદેશ્યથી હેપ્પી યુથ અર્બન કો-ઓ.ક્રેડિટ સોસાયટી લિમિટેડ ની તા.૦૩-૦૧-૨૦૧૬ના રોજ સ્થાપના કરવામાં આવી.
જાન્યુઆરી ૨૦૧૯માં અમારી ક્રેડિટ સોસાયટીમાં ૩૦૦૦ સભ્ય સંખ્યા સાથે “FASTEST GROWING URBAN” બની ગઈ હતી. હેપ્પી યુથ અર્બન જરૂરી સ્ટાફ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે સભાસદને સરળતાથી ધિરાણ કરે છે,તેમજ સારા વ્યાજદર સાથેની થાપણ કે ડિપોઝીટ પણ સ્વીકારે છે.
હેપ્પી ફ્યુચર ડિપોઝીટ યોજના ૧૧.૫ વર્ષે ૩ ગણા (વ્યાજ-૧૦.૦૨%)
ફર્નિચર અને ટેક્નોલૉજી યુક્ત ઇન્ફ્રાસ્ટ્રકચર સાથેની ઓફિસ ની સુવિધા
સરકારી યોજનાઓ અંગે સ્ટાફ દ્વ્રારા સભાસદોને જરૂરી માર્ગદર્શન
આકસ્મિક દવાખાનાના કેસમાં તાત્કાલિક લોન ની સુવિધા
બચત તથા લોન ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવા માટે ઈમેલ અને વોટ્સએપની સુવિધા
સરળ અને ઝડપી લોનની સુવિધા
મધ્યમવર્ગના આર્થિક જરૂરિયાતમંદ લોકોને ધ્ંધાકિય રીતે વિક્સિત બનાવવાં લોન/ધિરાણની સુવિધા આપવાના ઉદેશ્ય સાથે શરૂ થયેલ હેપ્પી યુથ અર્બનને માત્ર ૪વર્ષના જ ટૂંકાગાળામાં ૧૦ કરોડથી પણ વધુ રકમનું લોન ધિરાણ પૂરું પાડી ખરા અર્થમાં સહકારી સંસ્થા તરીકેની ફરજ બજાવી છે.
સાથોસાથ સભાસદોના વ્યક્તિગત ધંધાના વિકાસ માટે B2B મીટીંગ્સ,બિઝનેસ કનેક્ટ,સ્કિલ ડેવલોપમેન્ટ સેમીનાર,રોજગાર પ્લેટફોર્મ,મોટીવેશનલ સેમીનારો કરી સાચી કો-ઓપરેટિવ તરીકેની ભૂમિકા અદા કરી રહ્યું છે.
આર્થિક ક્ષેત્રે સહકારી સંસ્થાઓના સક્રિય યોગદાનથી ગુજરાતે અને ભારતે વિકાસની અપ્રતિમ હરણફાળ ભરી છે.
અને સમગ્ર ભારતના ગ્રોથનું એંજિન ગુજરાત બન્યું છે, ત્યારે સુરતે ગુજરાતની આર્થિક રાજધાની બનીને ગુજરાતને વિશ્વના નકશામાં ચમકતું કર્યું છે.
આપણાં સદભાગ્ય છે કે અર્વાચિન સમયના આવા ચમકતા સ્વર્ણિમ યુગમાં આપણે સૌ વસીએ છીએ અને સહકાર ક્ષેત્ર નો ગઢ ગણાતા દક્ષિણ ગુજરાતની આ સહકારી સંસ્થામાં જોડાઈને આપણી આર્થિક તાકાતને મજબુત કરવા પ્રયત્નશીલ બન્યા છીએ.
હેપ્પી યૂથ અર્બન કો-ઓ.ક્રેડિટ સો.લિ. સહકારની ભાવનાથી સભાસદો સાથે જોડાયેલાં રહીને લોકોને આધુનિક ટેક્નોલૉજી સાથે શ્રેષ્ઠતમ સેવા પુરી પાડવાનો મહતમ પ્રયાસ કર્યો છે.સભાસદોના રચનાત્મક સુચનો અને સહકાર થકી અર્બન સોસાયટીને પ્રગતિના ઊંચા શીખરો સુધી લઈ જવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની ટીમ કટિબધ્ધ છે.
આપણી અર્બન સોસાયટી દ્વારાં સભાસદોને મળતી સવલતોનો સૌ રચનાત્મક માર્ગે ઉપયોગ કરી પોતાના પ્રગતિનો માર્ગ બનાવે અને અર્બન સોસાયટીના નિયમોની મર્યાદાનું જતન કરીને અર્બનને મજબૂત બનાવવા સૌ સહયોગ આપે તેવી અપેક્ષા સાથે આપે અમોને સંસ્થાનું સુકાન સોપ્યું છે ત્યારે આપના એ વિશ્વાસને જાળવી રાખવા અમો કટિબધ્ધ છીએ.
આભારની લાગણી સહ..!!